ગોંડલના ગુંદાળા રોડ પર આવેલા સંતરામ પેટ્રોલ પંપ પાસે ગઈકાલે રાત્રે પાર્કિંગની સામાન્ય બાબતે થયેલા વિવાદમાં એક યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં યુવાનને ત્રણ ઘા વાગ્યા હતા, જેને પગલે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.