મોરબી: મોરબીમાં સંગમ ફાઉન્ડેશન દ્વારા નાના ભૂલકાઓ સાથે દિવાળીની ઉલ્લાસભેર ઉજવણી કરાઇ...
Morvi, Morbi | Oct 20, 2025 મોરબી સ્થિત સંગમ ફાઉન્ડેશન દ્વારા નાના ભૂલકાઓ સાથે દિવાળીના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાએ બાળકોને મીઠાઈ, ફટાકડા અને નાસ્તો કરાવીને તેમના ચહેરા પર ખુશી લાવી દીધી હતી. ફાઉન્ડેશનના સભ્યોએ બાળકો સાથે મળીને ફટાકડા ફોડ્યા હતા તેમજ બાળકોને દિવાળીના પર્વનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સંગમ ફાઉન્ડેશન દ્વારા દિવાળીની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.