કાલોલ: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીના ઉજવણીના ભાગરૂપે સરદાર@150 યુનિટી માર્ચ પદયાત્રાના આયોજનને લઈ ભાજપની બેઠક યોજાઈ
ભારતીય જનતા પાર્ટી કાલોલ દ્વારા સર્કિટ હાઉસ ખાતે આગામી યોજાનાર ભારતીય જનતા પાર્ટીના વિવિધ કાર્યક્રમો જેમાં વિશેષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીના ઉજવણીના ભાગરૂપે સરદાર@ 150 યુનિટી માર્ચની પદયાત્રાના આયોજન માટે બેઠક યોજાઈ હતી.જેમાં પડાવના ઇન્ચાર્જ અને વ્યવસ્થાપક કમિટીના અલગ-અલગ વિભાગના ઇન્ચાર્જ-સહ ઇન્ચાર્જ સાથે ચર્ચાઓ કરી અલગ અલગ વિભાગની જવાબદારીઓ સોંપી યાત્રા માટેનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.