નડિયાદ: નડિયાદ પ્રોહીબિશન એક્ટના આરોપી પોલીસ જાપ્તામાંથી છટક્યો..
Nadiad, Kheda | Sep 15, 2025 પ્રોહીબિશન એક્ટના આરોપી પોલીસ જાપ્તામાંથી છટક્યો.નડિયાદમાં પોલીસ અધિક્ષકની કચેરીએથી પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર, પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા, પોલીસતંત્રમાં હડકંપ.નડિયાદમાં વડતાલ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશન એક્ટના ગુનામાં પકડાયેલો એક આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થતાં ચકચાર મચી ગઈ છે. આ આરોપીને ફોટો અને ફિંગરપ્રિન્ટ લેવા લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેણે પાણી પીવાના બહાને પોલીસને ચકમો આપી ધક્કો મારી હાથ છોડાવી ભાગી ગયો.