ખેડા: કણજરી ચોકડી પાસેથી 3.840 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ત્રણ ઈસમો ઝડપાયા
Kheda, Kheda | Nov 8, 2025 ખેડા SOG ની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન કણજરી ચોકડી પાસેથી 3.840 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે પોલીસે ત્રણ ઈસમો ની અટકાયત કરી હતી. આ ત્રણેય ઈસમો પાસેથી પોલીસે કાર મોબાઇલ સહિત રૂપિયા 4,54,500 ની કિંમત નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો સમગ્ર મામલે પોલીસે ઝડપાયેલ ત્રણેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી ગાંજા નો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો ત્યાં લઈ જવામાં આવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે