જામનગર શહેર: હાપા રેલવે ઓવરબ્રીજ તૈયાર થઈ ગયો છતાં પણ લોકાર્પણ ન કરતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરી બ્રિજ ખુલ્લો મુકાયો
જામનગર નજીક આવેલ હાપા રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યું છે, ઓવરબ્રિજ તૈયાર થઈ ગયો તેને દોઢ મહિનો કરતાં પણ વધુ સમય થઈ ગયો હોય છતાં પણ તંત્ર દ્વારા લોકાર્પણ પણ કરવામાં ન આવતા, આજ રોજ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા બાળકીના હસ્તે રીબીન કપાવી બ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.