ઝઘડિયા: ઉમલ્લા ખાતે પોલિયો રસીકરણ કાર્યક્રમનો જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં શુભારંભ.
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે આવેલી સરકારી હોસ્પિટલ ખાતે પોલિયો રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી મહેન્દ્ર સિંહ વાસદીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પ્રમુખ મહેન્દ્ર સિંહ વાસદીયાએ પોલિયોની રસીના બે ટીપાં પીવડાવીને કાર્યક્રમનો વિધિવત શુભારંભ કરાવ્યો હતો.