તળાજા: રાળગોન ગામે લીસા RCC રોડ પર અસંખ્ય બાઈકચાલકો લપસ્યા
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાળગોન ગામ ખાતે બનાવવામાં આવેલા RCC રોડ પર પૂનમના પાવન અવસરે અસંખ્ય બાઈકચાલકો લપસીને અકસ્માતનો ભોગ બન્યા હતા. બગદાણા ખાતે બજરંગદાસ બાપાના દર્શનાર્થે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જઈ રહ્યા હતા, ત્યારે આખા દિવસ દરમિયાન અનેક બાઈકચાલકો રોડ પર લપસી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતોમાં અનેક લોકોને હાથ, પગ સહિત શરીરના વિવિધ ભાગોમાં નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી