હિંમતનગર: દિવાળીના નિમિત્તે વેરાબર ગામમાં મહા આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા:મોટી સંખ્યામાં સમાજના લોકો કાર્યક્રમમાં જોડાયા
સામાન્ય રીતે આ દ્રશ્યો જોતા એમ લાગતું હશે કે ગામમાં કોઈ મોટો પ્રસંગ છે પરંતુ એવુ નથી આ વેરાબર ગામમાં છેલ્લા 12 વર્ષથી ગામલોકો એક થઈને દિવાળીના તહેવાર ની ઉજવણી કરતા હોય છે. સામાન્ય રીતે ગામડાઓમાં વસવાટ કરતા પરિવારો પોતાના અને બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે ગામડું છોડી શહેરોમાં વસવાટ કરતા હોય છે ત્યારે ગામડાઓ સુમશાન બની જતા હોય છે પરંતુ દિવાળીની રજાઓમાં આ વેરાબર ગામમાં બધા જ એક સાથે ભેગા થઈને તહેવારની ઉજવણી કરતા હોય છે ત્યારે દિવાળીના પર્વ નિમિત્તે વેરાબ