મૃતક પોલીસ કોન્સ્ટેબલના પેન્શન બધા મુદ્દે પોલીસ અધિક્ષકની કચેરી ખાતે જપ્તી વોરંટ
Bhavnagar City, Bhavnagar | Sep 16, 2025
ભાવનગરમાં મૃતક કોન્સ્ટેબલ પીરભાઈની પત્નીએ પેન્શન અને ભથ્થાં મેળવવા દાખલ કરેલા દાવામાં કોર્ટએ સરકાર વિરુદ્ધ જપ્તી વોરંટ બહાર પાડવાનો હુકમ કર્યો છે. અગાઉ સરકાર તરફથી કરાયેલી અપીલ હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવા છે અને કોર્ટનો કોઈ સ્ટે ન હોય ત્યારે બાકી રકમ ચૂકવાઈ ન હોવાને કારણે કોર્ટે બાકી રકમ ચૂકવવા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ઉપર જપ્તી વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે. આ કેસની આગામી સુનવણી 17 સપ્ટેમ્બર 2025ના રોજ રાખવામાં આવી છે.