ગોધરા: ગોધરાના ફેડરેશન હૉલ ખાતે PM સ્વનિધિ યોજના અંતર્ગત સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓ માટે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ગોધરા નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ–2025 અંતર્ગત 29 સપ્ટેમ્બરે PM SVANidhi યોજનામાં સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓ માટે તાલીમ યોજાઈ. સ્વ. સદાબા વિઠ્ઠલભાઈ પટેલ ફેડરેશન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આશરે 200 ફેરિયાઓએ ભાગ લીધો. FSSAI ટ્રેનર તુષાર બાબુલે ખોરાકની સ્વચ્છતા અને સલામતી અંગે માર્ગદર્શન આપ્યું તેમજ સરકારની PM Svanidhi 2.0 યોજનાની માહિતી આપી. કાર્યક્રમમાં નગરપાલિકાના અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યા.