આજ રોજ ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમની કેનાલ મારફત ખેડૂતોના પિયત પાકો માટે પાણી છોડવામાં આવ્યું હતું. પાણી છોડવાના આ કાર્યક્રમ દરમિયાન પાલીતાણા વિધાનસભાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, તળાજા વિધાનસભાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, કાર્યપાલક ઈજનેર, સિંચાઈ વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. આથી વિસ્તારમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.