આણંદ શહેર: કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 10 માસ દરમિયાન અડચણરૂપ થતા નાના-મોટા દબાણો દૂર કરી 20.67 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો
મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા છેલ્લા ૧૦ માસ દરમિયાન હાથ ધરાયેલ દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત જાહેર માર્ગ ઉપર મૂકવામાં આવેલ લારી ગલ્લાના દબાણ, લોકોને અડચણરૂપ થાય તેવા દબાણ, રેસ્ટોરન્ટ નું દબાણ, ટ્રાફિક થતો હોય તેવા દબાણ, કન્સ્ટ્રક્શન સાઇટના દબાણ, દુકાનદારોએ જાહેર રસ્તા ઉપર માલ સામાન મૂકીને કરેલ દબાણ, અનઅધિકૃત પાર્કિંગ જેવા ૨૫૫ જેટલા નાના મોટા એકમોને મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને દંડ સ્વરૂપે 20.67 લાખ વસૂલ કરવામાં આવ્યા