ગોધરા: પંચમહાલ જિલ્લામાં મોડી રાતથી કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતા વ્યાપી
પંચમહાલ જિલ્લામાં મોડી રાતથી પડેલા કમોસમી વરસાદે ગોધરા, હાલોલ, જાંબુઘોડા સહિત અનેક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જ્યો છે. ભારે પવન અને વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે અને વીજ પુરવઠા ખોરવાયા છે. ખેડૂતો માટે આ વરસાદ ચિંતા વધારનાર બન્યો છે, કારણ કે ડાંગર, કપાસ અને ઘાસચારાના તૈયાર પાકને નુકસાન થવાની શક્યતા છે. પાણી ભરાવાથી પાક પડી જવાની અને ભેજથી બગડવાની ભીતિ છે. કૃષિ વિભાગે ખેડૂતોને પાક કાપી સુરક્ષિત રીતે સંગ્રહ કરવાની અપીલ કરી છે.