ગોધરા: મહેલોલ ચોકડી નજીક ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી પર્દાફાશ, વેજલપુર પોલીસની નાઈટ કોમ્બીંગમાં બે બળદ બચાવાયા, આરોપીઓ ફરાર
પંચમહાલ જિલ્લાના વેજલપુર પોલીસે નાઈટ કોમ્બીંગ દરમિયાન મહેલોલ ચોકડી નજીક ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી પર્દાફાશ કરી. શંકાસ્પદ કારનો પીછો કરતા આરોપીઓ વાહન ખેતરમાં મૂકી ફરાર થઈ ગયા. તપાસમાં કારમાંથી બે બળદોને ક્રૂરતાપૂર્વક બાંધેલા હાલતમાં મળી આવ્યા. બળદોની અંદાજિત કિંમત રૂ. ૩૦,૦૦૦ અને કારની કિંમત રૂ. ૪ લાખ ગણાઈ છે. બળદોને સારવાર બાદ પાંજરાપોળ મોકલાયા. પોલીસે અજાણ્યા બે આરોપીઓ સામે ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ હેઠળ ગુનો નોંધાવી તેમની શોધખોળ શરૂ કર