કડી: કડીના નાગરિકે જિલ્લા કલેકટરને મળવા જાઓ ત્યારે મોબાઈલ બહાર મુકવાની ફરજ પાડતાં હોવા અંગે લેખિતમાં રજૂઆત કરી વિરોધ કર્યો
Kadi, Mahesana | Nov 25, 2025 મહેસાણા કલેક્ટરને મળવા જવું હોય તો તમારે મોબાઈલ બહાર મુકવો પડે છે પછી તમારે મળવા જવાનું. કડીના નાગરિકે આ પ્રક્રિયા ઉપર વાંધો ઉઠાવ્યો હતો.કડીના અરજદાર રાજુભાઈ ઈશ્વરલાલ પટેલે આ અંગે કોઈ પરિપત્ર હોય તો લેખિતમાં આપવા માટે કલેક્ટરને રજૂઆત કરી હતી.તેઓએ કલેક્ટરને મળવા જાવ ત્યારે મોબાઈલ બહાર મૂકવાની ફરજ પાડવામાં આવે છે તે અંગે રાજ્ય સરકાર દ્વારા કોઈ પરિપત્ર કે વટહુકમ બહાર પાડવામાં આવ્યો હોય તો તો ખુલાશો કરવા જિલ્લા કલેકટર ને રજુઆત કરી હતી.