અબડાસા તાલુકાનાં વાંકુ અને જખૌની સીમમાંથી પાંચ પવનચક્કીમાંથી રૂા. 77,600ના વાયરની તસ્કરી થયાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે જખૌ પોલીસ મથકે સુઝલોન એનર્જી લિ.ના સાઈટ ઈન્ચાર્જે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા.25/6/25થી 11/12/25 દરમ્યાન વાંકુ અને જખૌની સીમમાં આવેલી કંપનીની કુલ પાંચ પવનચક્કીમાંથી અજાણ્યા ચોર ઈસમોએ વિવિધ વાયરો, જેની કિં. રૂા. 77,600ની ચોરી કરી લઈ ગયા છે. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ આદરી છે.