જૂનાગઢ: સર્વોદય નગર સોસાયટીના રહીશો દ્વારા લઘુમતી સમાજને મકાન વેચવા પર વિરોધ, ડીવાયએસપીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી
જૂનાગઢ શહેરના જોષીપરા વિસ્તારમાં આવેલી સર્વોદય નગર સોસાયટીના રહીશો દ્વારા આજે એક ગંભીર મુદ્દાને લઈને જૂનાગઢના કલેક્ટર અને પોલીસ| અધિક્ષકને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો છે કે, તેમની સોસાયટી હિન્દુ રહીશોની અને હિન્દુ સંસ્કૃત િ સાથે જોડાયેલી છે, તેમ છતાં સોસાયટીના એક મકાન માલિક દ્વારા લઘુમતી જ્ઞાતિના વ્યકિ્તને મકાનનું વેચાણ કરવામાં આવ્યું છે, જેનો તેમણે સખત વિરોધ નોંધાવ્યો છે.