પંચરત્ન કોમ્પ્લેક્સમાં યસ મોબાઈલ શોરૂમમાં 9 લાખથી વધુ કિંમતના મોબાઈલની ચોરી કરનાર પકડાયો, રાજેશ ખોડુ ગોહિલના શોરૂમમાંથી ગત તા ૫.૦૭.૨૦૨૫ થી તા ૧૭.૧૧.૨૦૨૫ ના સમયગાળા દરમિયાન અલગ અલગ, સમયે રૂપિયા નવ લાખ દસ હજારની કિંમતના ૧૫ નંગ મોબાઈલ ફોન ચોરી થયા, મોબાઈલ ચોરીની સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ થઈ હતી. પોલીસે સીસીટીવી ના આધારે શોરૂમમાં જ કામ કરતા શખ્સને ઝડપી લઇ કાર્યવાહી કરી.