બાવળા: ગેરકાયદેસર હથિયાર શોધી કાઢતી કોઠ પોલીસ
તા. 30/10/2025, ગુરૂવારે સાંજે 5 વાગે મળેલી માહિતી અનુસાર કોઠ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે વેજલકા ગામ ખાતે એક્સપ્રેસ વે સર્કલ પાસે આવેલ ખુલ્લા છાપરામાં રહેતા એક ઈસમને એક મજરલોડ જામગરી હાથ બનાવટની બંદૂક કિંમત રૂ. ત્રણ હજાર સાથે ઝડપી પાડ્યો હતો. આ ગેરકાયદે હથિયાર રાખવા બદલ કોઠ પોલીસ સ્ટેશનમાં તેની વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે.