નડિયાદ: દિલ્હી વિસ્ફોટ બાદ નડિયાદ રેલવે સ્ટેશન પર સઘન ચેકિંગ..
Nadiad, Kheda | Nov 11, 2025 દિલ્હી વિસ્ફોટ બાદ નડિયાદ રેલવે સ્ટેશન પર સઘન ચેકિંગ.. RPF અને પોલીસે પ્લેટફોર્મ, રેલવે યાર્ડ અને વાહન પાર્કિંગ એરિયા સહિત મુસાફરોના સામાનની પણ ચકાસણી કરી..દિલ્હીમાં થયેલા વિસ્ફોટ અને ગુજરાત ATS દ્વારા આતંકવાદીઓની ધરપકડ બાદ નડિયાદ રેલવે સ્ટેશન પર સઘન સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી હતી. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને સ્થાનિક પોલીસે સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી હતી. રેલવે પરિસરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવાનો આનો મુખ્ય હેતુ હતો.