ધોળકા: સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતિ નિમિત્તે ધોળકા થી રામપુર સુધી પદયાત્રા યોજાઈ
તા. 19/11/2025, બુધવારે સાંજે ચાર વાગે ધોળકા ખાતે સરદાર પટેલ હોલમા સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતિ નિમિત્તે એક સભા યોજાઈ હતી. ત્યારબાદ પાંચ વાગે ધોળકાથી રામપુર સુધી પદયાત્રા યોજાઈ હતી. જેમાં ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, પ્રદેશ ભાજપના સહ પ્રવક્તા જયરાજસિંહ પરમાર, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઇ દાવડા, ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી સહિતના મહાનુભાવો, ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો, નગરજનો, પોલીસ સ્ટાફ જોડાયા હતા.