હિંમતનગર: તાલુકાના રામપુર ગામે દીકરી સ્વાગત સન્માન અને તેજસ્વી તારલાઓ નો સન્માન સમારંભ યોજાયો
આજે બપોરે 2 વાગે મળતી માહિતી મુજબ રામપુર કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત હિંમતનગર તાલુકાના રામપુર ગામે હિન્દુ નવા વર્ષ ની ઉજવણીના ભાગરૂપે દીકરીઓ અને તેજસ્વી વિધાર્થીઓ નો સન્માન સમારંભ યોજાયો હતો.જેમાં સમાજ ની કુંવારીકા તેમજ પરણિત દીકરીઓ નું સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સમાજના અગ્રણીઓ સહિત વડીલો તેમજ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.