મહુવા: ઓથા ગામે તીન પત્તી જુગાર પર પોલીસનો દરોડો, 6 જુગારીઓ ઝડપાયા
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઓથા ગામમાં બળદાણા પોલીસ સ્ટેશનની ટીમે પ્રોહિબિશન અને જુગાર વિરોધી ડ્રાઇવ દરમિયાન સફળ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે ઓથા ગામના ખારાવાડી વિસ્તારમાં શિવાભાઈ ભાલીયાની વાડી પાસે આવેલી ખુલ્લી જગ્યાએ દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન છ વ્યક્તિઓ જાહેરમાં ગોળ કુંડાળું વળી ગંજીપત્તાના પાના વડે હાર-જીતનો તીન પત્તીનો જુગાર રમતા ઝડપાઈ આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 10,200ની રોકડ રકમ તેમજ ગંજીપત્તાન