આણંદ શહેર: શહેરની પેરોલ ફ્લો સ્ક્વોર્ડએ નાસતા ફરતા આરોપીને કરમસદ સંતરામ મંદિર પાસેથી ઝડપી પાડ્યો
આણંદ પેરોલ ફ્લો સ્ક્વોર્ડની ટીમે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કરમસદ સંતરામ મંદિર પાસેથી એક શખ્સને ઝડપી પાડ્યો હતો.તે શખ્સની પૂછપરછ કરતા તેને પોતાનું નામ જયેશ ઉર્ફે અશોક અમૃતભાઈ બારોટ હોવાનું અને તે મહેળાવ પોલીસ મથકે નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો હોવાની કબૂલાત કરી હતી.જેને લઇ પોલીસે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.