તળાજા: ઉંચડી ગામે ગૌચરની જમીન મુદ્દે બબાલ, સરપંચના દીકરા સામે એટ્રોસિટી સહિતની ફરીયાદ નોંધાઈ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઉંચડી ગામે ગૌચરની જમીન મુદ્દે ભારે બબાલનો મામલો સામે આવ્યો છે. ગામની વૃદ્ધ મહિલાએ સરપંચના દીકરા સામે જ્ઞાતિ વિષે અપશબ્દો બોલી ધમકી આપ્યાની ફરીયાદ દાઠા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. મળતી માહિતી મુજબ, ઉંચડી ગામની જેઠીબેન તેજાભાઈ સરવૈયા છેલ્લા આશરે વીસ વર્ષથી ગામની ગૌચરની જમીનમાં ખેતી કરી ગુજરાન ચલાવે છે. ગામમાં ચાલી રહેલા પવનચક્કીન