આજરોજ ગુરૂવારના સવારના સમયમાં ધરણીધર તાલુકાના પ્રતાપુરા ગામની સીમમાંથી પસાર થતી ઇઠાટા ઢીમા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ભંગાણ સર્જાતા આજુબાજુના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. નર્મદા નિગમના જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટરો દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારને લઈને ખેતરો સરોવર બની ગયા છે સરહદી પંથકમાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.ત્યારે નર્મદા નિગમના અધિકારીઓના પાપે ખેડૂતો આજે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.