પલસાણા: ચલથાણ જલારામ નગરમાં રહેતા ધર્મેન્દ્ર પંડિતને કડોદરા પુલ ઉપર ટ્રેલરે અડફટે લેતા ઘટના સ્થળે મોત નીપજ્યું
Palsana, Surat | Oct 12, 2025 ચલથાણ જલારામ નગરમાં રહેતા પરપ્રાંતિય શ્રમજીવી ધરમેન્દ્ર મેહીલાલ પંડીત સવારે સાડા દસ વાગ્યાં સુમારે પોતાના ઘરેથી કામ માટે પોતાની હીરો હોન્ડા પેશન પ્લસ મોટરસાયકલ નંબર GJ 16 AG 2594 લઈને નીકળ્યા હતા દરમ્યાન મુંબઇ થી અમદાવાદ જવાના રોડ ઉપર નેશનલ હાઇવે નંબર 48 કડોદરા ચાર રસ્તા બ્રીજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આઇસર કંપની નો ટ્રેલર નંબર RJ 01 GC 3101 નો ચાલક જેના નામ સરનામાની ખબર નથી તેમણે પોતાનું વાહન પૂરઝડપે હંકારી લાવી અકસ્માત સર્જી મોત નિપજાવ્યું