ભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારમાં નર્મદા નીરના વધામણાં કરવામાં આવ્યા હતા. કચ્છની જીવાદોરી સીમાન નર્મદાના પાણી હવે કાંઠા વિસ્તાર સુધી પહોંચશે. ત્યારે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, વાઘુભા જાડેજા અને કાંઠા વિસ્તારના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.