તાલુકાના હાજાપરથી થરાવડા જતા રસ્તા પર નદીના છેલા પાસે આધેડ પર હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદી ઈબ્રાહીમ ઓસમાણ મમણના જણાવ્યા પ્રમાણે આરોપી લતીફ ઈસ્માઈલ રાયમા અને અકરમ લતીફ રાયમાએ ફરિયાદી પર ઉંધી કૂહાડી અને લાકડી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડતા પદ્ધર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.