વેજલપુર: રામોલમાં અપહરણ-ખંડણી કેસમાં 6 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન, પીઆઇ મેહુલ ચૌહાણનું નિવેદન
અમદાવાદમાં રામોલમાં વ્યક્તિનું સંગ્રામસિંહ અને તેના સાગરીતો દ્વારા અપહરણ કરીને દાગીના સહિત 53 લાખની લૂંટ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે. આરોપી પૈકી સંગ્રામસિંહે ક્રાઈમ બ્રાન્ચના પીઆઇએની રિવોલ્વર છીનવવાની કોશિશ કરીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમયે ઝપાઝપીમાં તેના પગમાં ગોળી વાગી હતી.