દસાડા: પાટડી શહેરમાં lcb દ્વારા ઝડપાયેલા જુગારમાં પાટડી પોલીસ મથકે ગુન્હો નોંધાયો
દસાડા તાલુકાના પાટડી શહેરમાં શુક્રવારની મોડી સાંજે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બારોટવાસ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા પાંચ લોકોને તીનપત્તીનો જુગાર રમતા ઝડપ્યા હતા ત્યારે આ તમામ પાંચ લોકો પાસેથી પોલીસે ₹11,580ઇ રોકડા અને મોબાઈલ સહિત ₹32,080- નો મુદ્દામાલ જપ્ત કરાયો જે બાદ પાટડી પોલીસ મથકે સોંપવામાં આવ્યા હતા અને ગુન્હો નોંધવામાં આવ્યો હતો.