વડોદરા ઉત્તર: આશા વર્કર બહેનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે જઈ રજુઆત કરવામાં આવી
વડોદરા શહેર માં આશા વકૅર બહેનો ની વિવિધ માગણી લઈને જીલ્લા કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી જેમાં ઘણા સમયથી આશા વર્કર બહેનોની માંગણી સ્વીકારવામાં ન આવતી હોય જેને લઈને આજે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો દ્વારા કલેકટર કચેરી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યું હતું અને સાથે જ પોસ્ટર અને બેનર સાથે કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા.