રાપર: ગાગોદર, કાનમેર, થોરિયારી, ભીમદેવકા વિસ્તારમાં પવનચક્કીની મંજૂરી રદ કરવા વાગડ માનવ વિકાસ ટ્રસ્ટ દ્વારા રજૂઆત કરાઈ..
રાપર તાલુકાના ગાગોદર, કાનમેર, થોરિયારી, ભીમદેવકા વિસ્તારમાં સરકાર દ્વારા પવનચક્કી ઉભી કરવા અપાયેલી મંજૂરીથી જાનહાનિ અને પર્યાવરણને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી મંજૂરી રદ કરવા માલધારીઓ અને ખેડુતોની માંગ હોવાની રાજ્યપાલને વાગડ માનવ વિકાસ ટ્રસ્ટ - ગાગોદરે રજૂઆત કરી હતી. ઉપરાંત પેટા કેનાલના કૌભાંડ અને ગૌચર દબાણ મુદ્દે વિવિધ સ્તરે રજૂઆત કરાઈ હતી