મહુવા: બાંભણીયા ના યુવાન સાથે જૂનો બોલેરો વેચવાના બહાને રૂ.1.40 લાખની ઠગાઈ
મળતી માહિતી મુજબ મહુવા તાલુકાના બાંભણીયા ગામના ઉદયરાજ શેલારભાઈ જાજડા ઓનલાઈન એપ્લિકેશનમાં સેકન્ડ હેન્ડ પીકઅપ બોલેરો શોધી રહ્યા હતા. તે દરમિયાન “પીપળાના પા” નામની એપમાં તેમને બોલેરો વેચાણની એક જાહેરાત જોવા મળી હતી, જેમાં મેહુલ આહીર નામ અને મોબાઇલ નંબર આપવામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ સંપર્ક કર્યા બાદ આરોપીએ ગાડી સારી હાલતમાં હોવાનું જણાવી રૂ.1 લાખ 40 હજારની કિંમત નક્કી કરી હતી. ત્યારબાદ ભગુડા અને લોંગડી નજીક બોલેરો બતાવી રોકડ રકમ લઈ ગાડી સોંપવામાં આવ