જામનગર શહેર: યાર્ડ પાસે આવેલ રેલવે ઓવરબ્રિજ તૈયાર હોવા છતાં લોકાર્પણ ન કરતા ખેડૂતો અને વાહન ચાલકોમાં રોષ #jansamasya
જામનગર શહેરના હાપા યાર્ડ પાસે કરોડોના ખર્ચે રેલ્વે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યું છે, રેલવે બ્રિજ સંપૂર્ણ બની ગયો હોવા છતાં લોકાર્પણ કરવામાં ન આવતા વાહન ચાલકો અને ખેડૂતોને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે, ખાસ કરીને રેલ્વે ફાટક અવારનવાર બંધ થવાને લીધે કલાકો સુધી ટ્રાફિકજામ સર્જાય છે, તેના લીધે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.