ભરૂચ: રેલવે સ્ટેશન સ્થિત આંબેડકરની પ્રતિમા પાસેથી અખિલ ભારતીય અંધજન ધ્વજ દિન નિમિત્તે જન જાગૃતિ રેલીનું આયોજન કરાયું
રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા જિલ્લા શાખા દ્વારા અખિલ ભારતીય અંધજન ધ્વજ દિન નિમિત્તે જન જાગૃતિ રેલી અને અન્ન કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી રાજપૂત છાત્રાલય સુધી જન જાગૃતિ રેલી આજે યોજાઈ હતી.જે રેલીમાં 200 જેટલા દિવ્યાંગ નાગરિકો જોડાયા હતા.જે બાદ અંકલેશ્વરની ડેકકન ફાઇન કેમિકલ્સ ઇન્ડિયા કંપની દ્વારા અન્ન સહાય આપવામાં આવી હતી.