ગોધરા: વેરાવળ મહામના એક્સપ્રેસમાંથી એરફોર્સ અધિકારીના સામાનની ચોરી થતા રેલવે પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે.
ઉજ્જૈનથી અમદાવાદ જતી વેરાવલ મહામના એક્સપ્રેસમાં મુસાફરી કરતા ભુજ એરફોર્સના અધિકારી અભિષેક જૈસવાલના પરિવારના સામાનની ગોધરા રેલવે સ્ટેશન નજીક ચોરી થઈ છે. મુસાફરી દરમિયાન વહેલી સવારે તેઓ ઊંઘમાંથી જાગ્યા ત્યારે તેમની પત્ની અર્ચના જૈસવાલની સીટ પર રાખેલ પર્સ ગાયબ હોવાનું જણાયું. પર્સમાં મોબાઈલ ફોન, બેંકના ક્રેડિટ-ડેબિટ કાર્ડ, એર ફોર્સ ડિપેન્ડન્ટ કાર્ડ, આધાર કાર્ડ તથા રૂ. 6,000 રોકડ રકમ હતી. અજાણ્યા ઈસમ દ્વારા ઊંઘનો લાભ લઈ ચોરી કરાઈ હોવાનું મનાય છે.