મહુવા: દુધાળા-આસરાણા ચોકડી રોડ પર હેવી બમ્પ બન્યા અકસ્માતનું કારણ
દુધાળા થી આસરાણા ચોકડીને જોડતા માર્ગ પર બનાવવામાં આવેલા હેવી બમ્પના કારણે અકસ્માતોની ઘટનાઓ સતત સામે આવી રહી છે. માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડ પર બનાવવામાં આવેલ બમ્પ અત્યંત ઊંચો અને જોખમી હોવાથી ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકોને તેની જાણ ન રહેતાં અકસ્માતો સર્જાઈ રહ્યા છે. અનેક બાઈકચાલકો અને નાના વાહનો ચાલકો બમ્પના કારણે પટકાઈ ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ગ્ર