તારાપુર: મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમમાં સહભાગી બનવા જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીનો અનુરોધ
Tarapur, Anand | Nov 3, 2025 તારાપૂર સહીત આણંદ જિલ્લામાં આરંભાયેલા મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમમાં સાતેય વિધાનસભાના મતદારોને સહયોગ આપવા જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ અનુરોધ કર્યો હતો.આજે સાંજે 6 ક્લાકે જણાવ્યું હતુ કે,તમામ મતદારોને હુ અપીલ કરુ છુ કે, બુથ લેવલ ઓફિસર જ્યારે આપના ઘરે મતદાર યાદી ખાસ સઘન સુધારણાની કામગીરી માટે આવે ત્યારે તેમને સંપુર્ણ સહયોગ આપી તેમના દ્વારા આપવામાં આવેલ ફોર્મ નિયત સમયમાં ભરીને પરત કરી જિલ્લાની મતદારયાદી શુધ્ધ ક્ષતિરહિત બને.