ખંભાળિયા: દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં એક મકાનમાં તસ્કરો ત્રાટક્યા 1,10,000 ના કિંમતના દાગીના ની થઈ ચોરી
દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં પ્રકાશભાઈ ચમનલાલ જોધપુરાના મકાનમાં તસ્કરોએ ડેલી નું તાળું તોડી પ્રવેશ કરી રૂમમાં લોખંડના કબાટ ની તિજોરી તોડી તિજોરીમાંથી આશરે એક તોલા સોનાના વજનની ત્રણ વીટી ચેન અને નાની મોટી વસ્તુઓ મળી કુલ 3:5 તોલા ના દાગીનાની ચોરી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાય છે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી