કાલોલની વૈભવ લક્ષ્મી સોસાયટીમાં વહેલી સવારથી આ કાળી ગાયના અડફેટે આવતા લોકોને ધક્કે ચઢાવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જેથી અસરગ્રસ્ત વૈભવ લક્ષ્મી સોસાયટીના રહીશોએ પાલિકા, ફાયરબ્રિગેડ અને પશુ સારવાર કેન્દ્રને જાણ કરતાં તાત્કાલિક અસરથી પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ, પશુ સારવાર કેન્દ્ર અને સ્થાનિક ગૌરક્ષા દળના યુવકો દ્વારા ભારે જહેમતથી ગાયને રેસ્ક્યૂ કરીને ગોધરા પાંજરાપોળ ખાતે મોકલી આપતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.