નવાગામ ડીંડોલી વિસ્તારમાં ક્રિકેટ રમતી વેળાએ બેંક કર્મચારીને બેભાન થઈ ઢળી પડ્યા બાદ અચાનક મોત નીપજ્યું હતું. સ્થાનિક કોર્પોરેટર સુધાકર ચૌધરીએ જણાવ્યું હતું કે, તેમના મિત્ર સતીશ પટેલ પાલિકામાં પૂર્વ કર્મચારી હતા. તેમનો પુત્ર મેહુલ પટેલ રવિવારે ઘરની બાજુમાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમી રહ્યો હતો.અચાનક બેભાન થઈ તે ઢળી પડ્યો હતો.જ્યાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડતા ફરજ પરના હાજર તબીબોએ મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી.