ખેડબ્રહ્મા: શહેરના વાસણા રોડ પર આવેલી રામેશ્વર સોસાયટીમાં આખલા યુદ્ધનો વિડીયો સો.મીડિયામાં વાયરલ..!
આજે બપોરે 4 વાગે મળતી માહિતી મુજબ ખેડબ્રહ્મા શહેરના વાસણા રોડ ઉપર આવેલી રામેશ્વર સોસાયટીમાં બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું. જેને લઈને ત્યાંથી પસાર થતા રાહદારીઓ તેમજ સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ત્યારે સોસાયટીમાં રહેતા સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આ બંન્ને આખલાઓ ને છુટા પાડ્યા હતા.જેનો વિડીયો પણ સો.મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે નગરપાલિકા તંત્ર આ અંગે કોઈ પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે.