ભરૂચ: સિવિલમાં કોલ્ડ સ્ટોરેજ ખામીના કારણે મૃતદેહો ફૂલી ગયા, સામાજિક કાર્યકરે તાત્કાલિક અંતિમ ક્રિયા કરાવી.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નિર્દયતા અને બેદરકારીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ (પીએમ રૂમ)માં આવેલ કોલ્ડ સ્ટોરેજ બંધ રહેતા ત્યાં રાખેલા પાંચથી મૃતદેહોમાંથી તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. લાંબા સમયથી કોલ્ડ સ્ટોરેજ ન ચાલતા મૃતદેહો સડી ફૂલી જવાના બનાવ સામે આવ્યો છે.