મોરબી: મોરબીમાં મયુર પુલ ઉપરથી આપઘાત કરવા માટે ઝંપલાવનાર યુવકનો ચમત્કારિક બચાવ....
Morvi, Morbi | Nov 1, 2025 મોરબીના મયુર પુલ ઉપરથી આજે સવારના સમયે કનુભાઈ સનાભાઈ નાયક નામના એક યુવકે ઝંપલાવ્યું હતું. તે નિચે બેઠા પુલ ઉપર પડ્યો હતો. બાદમાં તેને તુરંત જ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ આ યુવકને માત્ર શ્વાસ લેવામાં થોડી તકલીફ પડી રહી છે. કોઈ ભાંગ તૂટ કે મોટી ઇજા પણ પહોંચી નથી. આમ પુલ ઉપરથી ઝંપલાવ્યા બાદ પણ યુવક હેમખેમ છે. આ યુવકે પત્ની સાથે ઝઘડો થયા બાદ નશામાં પુલ ઉપરથી ઝંપલાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.