માણાવદર: તાલુકાના નાકરા ગામે ગ્રામજનોએ વિકાસ સપ્તાહની ઉજવણીમાં ભાગ લીધો
માણાવદર તાલુકાના નાકરા ગામમાં વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિકાસ રથના માધ્યમથી લોકોએ વિકાસની ઝલક દર્શાવતી ટૂંકી ફિલ્મ નિહાળી હતી અને વિવિધ સરકારી યોજનાઓથી તેઓ માહિતગાર બન્યા હતા. કાર્યક્રમમાં ૧૯ જેટલા લાભાર્થીઓને મંચસ્થ મહાનુભાવોના હસ્તે વિવિધ લાભ એનાયત કરવામાં આવ્યા હતા.