મોરબી: મોરબીની આજથી 571 પ્રાચીન ગરબીઓમાં માતાજીની આરાધના સાથે રાસગરબાની રમઝટ બોલશે...
Morvi, Morbi | Sep 22, 2025 મા શક્તિની ઉપાસના, આરાધનાનું પર્વ એટલે નવરાત્રી, મોરબી શહેર જિલ્લાના નવરાત્રીના પાવન પર્વને લઈ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, નવરાત્રી પર્વને અનુલક્ષીને બજારમાં તેજીનો સંચાર થયો છે. નવરાત્રીમાં મોરબી શહેર જિલ્લામા પ્રાચિત અર્વાચીન રસોત્સવના અનેકવિધ આયોજન થયા છે જેમાં 571 સ્થળોએ પ્રાચીન ગરબીઓમાં આજથી રાસ ગરબાની રમઝટ બોલશે.નવરાત્રી પર્વને લઈ પોલીસ પણ સતર્ક બની છે અને પેટ્રોલિંગ તેમજ વાહન ચેકીંગ શરૂ કર્યું છે.