તળાજા: નવી ગોરખીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવી ગોરખી ગામે તળાજા પોલીસે મોડીરાત્રે પ્રોહિબિશન હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે દરોડા દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને એક મોટર સાયકલ મળી કુલ રૂપિયા 26 હજાર 600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મળતી માહિતી મુજબ તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ચુડાસમા સહિતનો પોલીસ સ્ટાફ પ્રોહિબિશન અંગે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન નવી ગોરખી ગામના કાળા પાણાવાળી નળ વિસ્તારમાં એક વ્યક્તિ ગેરકાયદેસર રીતે દારૂન