છેલ્લા ૫ વર્ષથી આ ઓવરબ્રિજ કામ કાચબાની ગતિથી ચાલતું હોય અને ૨ દિવસ પહેલા જામનગર ની જનતા માટે આ બ્રીજ ખુલ્લો મુકવા માટે ગુજરાતના મુખ્યમંત્રી આવવાના હોય આવી જાહેરાત થયાબાદ અને સંપૂર્ણ બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ પણ આ બ્રીજ ભાજપ ના તાયફાઓ માટે મુખ્યમંત્રી નો કાર્યક્રમ રદ કરેલ અને જનતા ટ્રાફિક સમસ્યાની તકલીફ ભોગવતી હોય માટે જો તા:- ૩૦-૧૧-૨૦૨૫ સુધીમાં આ બ્રીજ જામનગર ની જનતા માટે ખુલ્લો મુકવામાં નહિ આવે તો જનતાને સાથે રાખી બ્રીજ ખુલ્લો કરવામાં આવશે.